બોટાદ ટાઉન પોલીસે મિલેટ્રી રોડ પરથી શંકાસ્પદ ટ્રેક્ટર અને ટ્રોલી સાથે રૂ.9.23 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પકડાયેલો શખ્સ બગડ ગામનો અરવિંદભાઈ ભુપતભાઈ ઝાપડીયા છે.પોલીસે વાહનોના કાગળો માંગતા આરોપી પાસે કોઈ દસ્તાવેજ ન મળતા વધુ તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ કુલ 9 ટ્રોલી અને 1 ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.બોટાદ,બરવાળા અને રાણપુર વિસ્તારમાથી ચોરી કરી હોવાનો તપાસમાં બહાર આવ્યું છે સમગ્ર મામલે DYSP એ આપી માહિતી