વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે.ત્યારે છેલ્લા ઘણા દિવસથી વાલિયા તાલુકાના ચમારીયા ગામની સીમમાં ફરી દીપડો નજરે પડતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક મારણ સાથે પાંજુરું મૂકી દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.