ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા અને પાનમ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે જેને લઇ વણાકબોરી ડેમમાં પાણી છોડવામાં આવ્યુ છે. ત્યારે વડા બોડી ડેમ મુખ્ય સપાટી કરતાં 14 ફૂટ થી ઓવરફ્લો થયો છે. જેને લઇ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ડેમ ઓવરફ્લો થતા મહીસાગર નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.