માંગરોળ તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર કોસંબા નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી આ ઘટના બનતા જ નેશનલ હાઈવે પર અફરા તફરી નો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરાતા ભરૂચ જિલ્લાના પાનોલી ખાતેના ફાયર સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી