અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મચારીઓને બાતમી મળી હતી કે આંબોલી રોડ નજીક આવેલ તુલસી સ્ક્વેરમાં બીજા માળે કિવીન ફેબ ફેમિલી થાઈ સ્પા ચાલે છે જેની આડમાં કુટણખાનું ધમધમે છે. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક સાથે દરોડા પાડતા સ્પામાં દોડધામ મચી જવા પામી હતી.સ્પાની આડમાં ગ્રાહકો પાસે રૂ.1500 લઈ કુંટણખાનું ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.પોલીસે સ્પા સંચાલક મૂળ દિલ્હીની રહેવાસી નીલમ રાણા અને સ્પાના માલિક સહિત વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.