અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા થતા ભાવનગરમાં રહી ગયું. શહેરની ફાતિમા કોનવેન્ટ્સ સ્કૂલમાં ધોરણ 9 માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિધાર્થીઓએ એક વિધાર્થીને છરી બતાવી, શિવાજી સર્કલ નજીક આવેલી ફાતિમા કોનવેન્ટ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બની ઘટના, સ્ફુલમાં રીસેસ દરમિયાન પાર્કિંગમાં વિધાર્થીએ બતાવી છરી, વિધાર્થીના પિતા દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશને જાણ કરાતા DYSP સહિતના પહોંચ્યા અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.