એમ.એસ.યુ.માં દર વર્ષે ભવ્યતા સાથે ગણપતિ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવતી હોય છે,“એમ.એસ.યુ. ચા રાજા” ની આ વર્ષે પણ ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ACP ડી.જે ચાવડા અને વિદ્યાર્થીઓ એ શ્રીજી ની આરતી કરી અને આગમન યાત્રાની ભવ્ય શરૂઆત કરવા માં આવી હતી, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા,આગમન યાત્રા એમ.એસ.યુ. ગર્લ્સ હોસ્ટેલના ગેટથી નીકળી,ફતેહગંજ મેઈન રોડ પરથી પસાર થઈ પોલિટેકનિક સુધી લઈ જવામાં આવી હતી.