કડી શહેરમાં વાહન ચોરી રોકવા માટે કડી પોલીસે હાલમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.ત્યારે કડી પોલીસને બે વાહન ચોરોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.કડી પોલીસ સ્ટેશનના પી આઈ એ.એન સોલંકી ની સૂચના થી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.ત્યારે દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતાજીના મંદિર પાસે પહોંચતા બાતમી મળી હતી કે બે ઈસમો ચોરીનું એકટીવા વેચવા જઈ રહ્યા છે.જેથી પોલીસ સ્ટાફના માણસોએ ગાંધીચોક પાસે નંબર પ્લેટ વગરના એકટીવા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.