મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા મોરવા હડફ ખાતે આવેલ પોતાના કાર્યાલય ખાતે આજે રવિવારના રોજ લોક દરબાર યોજવામાં આવ્યો હતો,જેમાં પોતાના મતવિસ્તારના અરજદારોની રજૂઆત તેમજ સમસ્યાઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, તેમજ સબંધિત વિભાગને રજૂઆત સંદર્ભે સૂચના આપીને ત્વરિત નિવારણ લાવવા માટે અધિકારીઓને સૂચના આપી હતી