સાવરકુંડલા તાલુકાના ધજડી ગામમાં અધિકારીઓએ નાગરિકો સાથે મુલાકાત કરી હતી. ગ્રામજનોની જરૂરિયાતો સાંભળી અને આગામી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.ગામમાં મૂળભૂત સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જનકલ્યાણના કાર્યોને ઝડપથી આગળ ધપાવવાનો વિશ્વાસ અપાયો હતો. ગ્રામજનો સાથેનો આ સંવાદ ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાયો છે.