મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે હાઇવે ઉપર મસ મોટા ખાડા મોટો અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. આજે એક કાર અહીં નમી ગઈ હતી. સદનસીબે કોઈ હાનિ થઈ ન હતી. પરંતુ જો તંત્ર દ્વારા આ ખાડા પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો આ બેદરકારી જીવલેણ બનશે. વધુમાં અહીં ખાડાઓ અને પાણીના ભરાવાને કારણે દરરોજ ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે. આજે પણ ટીંબડીના પાટીયેથી લઈને ભરતનગર સુધી વાહનોની કતારો લાગી હતી.