હાલોલના ટીંબી પાટીયા પાસે મુસાફરી ભરી હાલોલ તરફ આવી રહેલો ખાનગી છકડો આજે મંગળવારના રોજ સવારે 9 થી 10 વાગ્યાના અરસામાં પલટી ખાતા અક્સ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો કેટલાક મુસાફરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.રાયણ વાડીયા તરફથી હાલોલ આવી રહેલો ખાનગી છકડો ટીંબી પાટીયા પાસે પલટી ખાઈ ગયો હતો છકડામાં દસેક જેટલા મુસાફરો સવાર હતા જેમા છ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા