વડોદરા : 100 થી વધુ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા દોઢ વર્ષથી વડોદરા હાલોલ અને સુરતમાંથી આઠ ટાટા હેરિયર કારની ચોરી કરનાર રીઢો આરોપી રતનસિંહ રાવતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.ચોરી કરેલી ટાટા હેરિયર કારની કિંમત રૂપિયા 2 લાખ અને અન્ય ચોરેલી કારની કિંમત 1 લાખ મળતી હોવાથી તે ટાટા હેરિયર કારજ ચોરતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.પોલીસે આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથધરી છે.