અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઇશ્વર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ કનેક્ટિવિટી અપાતા ઉદ્યોગ અગ્રણીઓ, ભાજપના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અવસરે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.