થોડા દિવસો પહેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કોબડી ટોલનાકા નજીક એક એમ્બ્યુલન્સના ચાલકે બેફીકરાઈથી એમ્બ્યુલન્સ પુરપાટ ઝડપે ચલાવી રોડની સાઈડમાં ઊભા રહેલા એક બાઈક ચાલકને અડફેટે લીધો હતો અને ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે ફૂટેજના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી એમ્બ્યુલન્સ સાથે એમ્બ્યુલન્સના ચાલકને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી.