નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં હાલ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ગણેશ મહોત્સવના પાંચમા દિવસે નડિયાદ શહેરમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરમાં કેટલા પંડાલો તેમજ કેટલાક ભક્ત દ્વારા શહેરના મોટી નહેર તેજ રોડ પર સ્થિત કેનાલ સહિતના વિવિધ સ્થળો પર પહોંચી અને અને ગણપતિ બાપા ને ભાવવિભોર વિદાય આપી હતી.