બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા એક મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. આસોદરથી ખેંગારપુરા સુધીના 6.7 કિલોમીટર લાંબા રસ્તાના નિર્માણ માટે રૂપિયા 438.61 લાખનો ખર્ચ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આ રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.