તાજપોર સ્થિત આર.એન.જી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (RNGPIT) કોલેજ ખાતે બ્રહ્માકુમારી દ્વારા "વિશ્વ બંધુત્વ દિવસ" નિમિત્તે ભારતમાં 1500 જગ્યાએ રકતદાન શિબિર યોજી એક લાખથી વધુ રક્ત બોટલો એકત્રિત કરી વલ્ડ રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે. ત્યારે રોટરી ક્લબ ઓફ બારડોલીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર સ્મારક હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા 110 બોટલ એકજ દિવસમાં એકત્રિત કરાયું કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.