છેલ્લા ત્રણ દિવસથી જામનગરમાં વરસતા વરસાદને કારણે વીજળી સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. માત્ર જામનગરમાં જ 60થી વધુ ફરિયાદો નોંધાઈ છે.PGVCLએ તાત્કાલિક કામગીરી માટે 100 જેટલી ટીમો અને 200 કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે. છતાં વરસાદી ઝાપટાં પડતાં જ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાથી શહેરીજનો પરેશાન છે. ટોલફ્રી નંબર 19122 અને વોટ્સએપ 95120 19122 પર ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો છે.