ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર આજે બપોરના અરસામાં પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ભાવ નગરની એક શાળામાં પહેલગામ આતંકવાદી હુમલા અંગેનું નાટક કરું કરવામાં આવ્યું હતું.આ નાટકમાં વિદ્યાર્થીઓને બુરખો પહેરાવી જાંખી રજૂ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આ નાટકને મુસ્લિમ સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે.