This browser does not support the video element.
ગોધરા: શહેરમાં રહેમતનગર વિસ્તારમાં ક્રિકેટ રમવાની અદાવતે થયેલા ઝઘડામાં ત્રણ ઈસમોએ બે યુવાનોને ધારીયા અને બેટ વડે માર માર્યો
Godhra, Panch Mahals | Aug 31, 2025
ગોધરાના રહેમતનગર વિસ્તારમાં ક્રિકેટ રમવાની અદાવતે ઝઘડો થતા ત્રણ ઈસમોએ બે યુવાનો પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, મેચ દરમિયાન ખોટા રનથી જીત્યો હોવાનો વિવાદ થતા ફૈઝલ ઈકબાલ અદાએ બેટ વડે સલીમ પઠાણના ભાઈ સલમાનને માથામાં માર્યો. ત્યારબાદ તાહિર ઇબ્રાહિમ ઝીણા ધારીયું લાવી સલમાનના કપાળ પર હુમલો કર્યો, જેમાં આસિફ પઠાણ પણ ઈજાગ્રસ્ત થયો. હમઝા ઈલ્યાસ હૂરીએ પણ ગડદા પાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાની ફરિયાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમ