જામનગર તાલુકાના ચંગા ગામ નજીક આવેલ રંગમતી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થતા રંગમતી ડેમ 100% ભરાયો છે, જેના પગલે ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા, ચેલા, જુના નાગના, નવા નાગના, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના જાહેર કરાય.