પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાઓની સમસ્યા સર્જાઈ છે. શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજાર સહિતના રાજમાર્ગો પર ઠેર-ઠેર ખાડાઓ પડ્યા છે. આ સમસ્યાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. પદ્મનાથ ચોકડી વિસ્તારના રહીશોએ થોડા દિવસ પહેલા ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલને રજૂઆત કરી હતી.નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ન આવતા, ધારાસભ્યે પોતે જ આ કામગીરી હાથ ધરી હતી.2 કિમિ સુધીના ખાડા રૂ 56 હજારના ખર્ચે જાતેજ પુરવામાં આવ્યા હતા.