ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે સિંધી સમાજના પવિત્ર એવા ચાલીસા મહોત્સવની ભક્તિમય વાતાવરણમાં પૂર્ણાહુતિ થઈ હતી.સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો બાદ સાંજે જ્યોત પ્રવાહન કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ તકે શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી.જેમાં 100 થી વધુ મટકી સાથે 50 કારના કાફલા સાથે ભક્તજનો જોડાયા હતા.