ડાંગર કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસ મામલે તેના પિતાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, બનાવને આજે ચાર દિવસ થયા છતાં હજુ સુધી પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી નથી, માત્ર નિવેદન નોંધવામાં આવ્યું છે. તેમના પુત્રના મોત માટે કોલેજ જવાબદાર હોય તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તેમને ન્યાય અપાવવામાં આવે તેવી માગણી તેમના પિતાએ કરી હતી.