ગોધરાના સુભાષપાર્ક સોસાયટીમાં મજૂરીના નાણાં મુદ્દે વિવાદ બાદ મારામારી થઈ. ફરિયાદી ભગવાનદાસ પરમારે જણાવ્યું કે 18 ઑગસ્ટે દશરથ મારવાડીની લારી પર કામ કર્યા બાદ પૈસા બાબતે બોલાચાલી થઈ. જેમાં દશરથ અને નરિયાએ લાકડાથી હુમલો કરી ઈજા પહોંચાડી તથા બાદમાં તેમના ઘરે જઈ મોટરસાયકલ તોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.