કડોદરા, ચલથાણ થી શ્રી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ છેલ્લા 20 વર્ષથી પદયાત્રા કરી દર્શન કરવા જાય છે ચલથાણ થી પદયાત્રા શરૂ કરી વરેલી, કડોદરા, થઈ 30 કિલોમીટર ખુલ્લા પગે વિવિધ પ્રકારની ધજા સાથે ચાલીને ગંગાધરા અલખધામ મંદિરે પહોંચ્યા હતા જ્યાં આવા અનેક મંડળો આજે ભાદરવા બીજના દિવસે દર્શન કરવા આવી પહોંચ્યા હતા. કડોદરા મગન વાડી ખાતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્યાવર રાજસ્થાનના ભજન ગાયક ધુલસિંહ કડીવાલ, કોટડા લે ચાલો ભજનની રમઝટ બોલાવશે