This browser does not support the video element.
ગોધરા: 12 વર્ષથી નાસતા ફરતા ચોરીના આરોપીની SOG પોલીસ દ્વારા પોલીસ ચોકી નં 7 પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.
Godhra, Panch Mahals | Sep 8, 2025
પંચમહાલ SOG પોલીસે મોટી કામગીરી કરતા વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી અસલમ યાકુબ ઉર્ફે ભભુલા પટેલને ગોધરા પોલીસ ચોકી નં. 7 નજીકથી ઝડપી લીધો. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ PSI ડી.જી. વહોનીયા, PSI બી.કે. ગોહિલ તથા SOG સ્ટાફની ટીમે માનવ સૂત્રો પરથી મળેલી બાતમી આધારે આ કાર્યવાહી કરી. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસર કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસને સોંપાયો હતો