વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીના ગણેશ મહોત્સવમાં આ વખતે રંગે ચંગે ભક્તો દ્વારા નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આવતી કાલે કુલ 155 ગણેશજીની મૂર્તિઓની વિસર્જન પ્રક્રિયા છે. ત્યારે સુરત જિલ્લામાં બારડોલી હંમેશા સંવેદનશીલ મનાતું આવ્યું છે. આજે મોડી સાંજે સુરત જિલ્લાના બારડોલી ટાઉન પોલીસ મથક ખાતે જિલ્લાના નવા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા એ બારડોલી ની મુલાકાત લીધી હતી. અને વિસર્જન પ્રક્રિયા અંગે તમામ સ્થિતિઓની સમીક્ષા કરી હતી. નગરમાં ફ્લેગમાર્ચ યોજી