મહાનગર પાલિકા દ્વારા શહેરમાં લાંબા સમયથી દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે. જે દબાણ હટાવ કામગીરીમાં જપ્ત કરાયેલા લારી ગલ્લા અને સમાન શહેરની શાનસમા ગણાતા મોતીબાગ ટાઉન હોલમાં મુકવામા આવે છે. ટાઉન હોલનું થોડા સમય પહેલા જ રીનોવેશન કરાયું હતું. જ્યારે ડિમોલેશનનો સમાન બગીચામાં મુકવામાં આવતા બિસ્માર બન્યો હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા જ્યારે ચેરમેનએ પ્રતિક્રિયા આપી હતી.