ભાવનગર નજીકના ભંડારીયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં આજે પરંપરાગત રીતે માણેકચોકમાં ગરબી પધરાવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારિયા ગામે આજે પણ પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ભંડારીયા ગામમાં આજે પણ ડિસ્કો દાંડિયા અને સ્થાન નથી, નવ દિવસ દરમિયાન ભક્તિભર્યા માહોલ વચ્ચે નવરાત્રી ની નવ દિવસ ઉજવણી કરવામાં આવશે.