માંગરોળ તાલુકાના ગોરેજ ગામના નિવૃત્ત આર્મી જવાન માદરે વતન પરત ફરતા ધારાસભ્ય સહિત ના લોકોએ ભાવભર્યું સ્વાગત કર્યું વલ્લભ ગઢથી ગોરેજ ગામ સુધી વાંજતે ગાજતે તિરંગા રેલી સ્વરૂપે નિવૃત્ત આર્મી જવાન યુવરાજસિંહ ચુડાસમા ને વધાવી લીધો હતો ભારત માતાકી જય ના નારા સાથે સમગ્ર પંથક ગાજી ઉઠ્યું હતું માંગરોળ ના ગોરે ગામના આર્મી જવાન 16 વર્ષ દેશ માટે સેવા કરી આજરોજ નિવૃત થતા માદરે વતન પરત કર્યા હતા તેઓનું ઉત્સાહ અને ઉમંગભેર ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું