અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલમાં NSUI પ્રમુખની ઝપાઝપીનો વીડિયો સામે આવ્યો છે. સ્કૂલમાં અમદાવાદ શહેર NSUI પ્રમુખે એડમિશન બાબતે માથાકૂટ કરી ઝપાઝપી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. શહેર NSUI પ્રમુખ તિલકરામ તિવારીએ સ્કૂલના ડિરેકટર સાથે બોલચાાલી કરી ધમકી આપી હતી. ત્યારે સ્કૂલમાં થયેલી ઝપાઝપીનો વીડિયો બુધવારે 11 કલાકે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.