આજરોજ દિયોદર માર્કેટયાર્ડ ભોજનાલય હોલ ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત મુખ્ય કાર્યકર્તા બેઠક યોજાઈ આ પ્રસંગે દિયોદર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી આદરણીય કેશાજી ચૌહાણ દિયોદર તાલુકા ભાજપ મહિલા પ્રમુખ અલકાબેન જોશી તેમજ થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી તેમજ ઈશ્વરભાઈ ચૌધરી બનાસબેન્ક ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા