મોડાસના માઝૂમ જળાશયમાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ભરપૂર પાણીની આવક નોંધાઇ રહીછે. છેલ્લા એક દાયકા જેટલા સમય બાદ માઝૂમ જળાશયમાં થી 10050 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડતા આજરોજ રવિવાર સવારે નદી બે કાંઠે ભરપૂર વહેતી હોવાના દ્રશ્યો મીડિયા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.