દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી મિશ્ર શાળા નં. ૧૦ માટે મહત્વપૂર્ણ વિકાસ પગલું ભરાયું છે. આ શાળા છેલ્લા ૬૦ કે તેથી વધુ વર્ષથી જૂની જર્જરિત ઇમારતમાં ચાલતી હતી, જેને લઈને તત્કાલીન સ્થાનિક નગરસેવક તથા મોટર ગેરેજ કમિટીના ચેરમેન વિજયભાઈ મનુભાઈ રાઠોડે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩ના રોજ તત્કાલીન ચીફ ઓફિસરને લેખિત અરજી આપી હતી. તેમની માંગણીના પગલે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવી શાળાની ઈમારત માટે મંજૂરી મળતાં નવી ઇમારતના નિર્માણના કામને વિધિવત રીતે આરંભ કરવામાં આવ્યુ