This browser does not support the video element.
આંગડિયા પેઢીમાં લાખોની ઉચાપત કરનાર સુભાષનગરના મેનેજરને ઝડપી લેતી ગંગાજળિયા
Bhavnagar City, Bhavnagar | Aug 29, 2025
ભાવનગર શહેરની જાણીતી આંગડીયા પેઢી “પટેલ રમેશકુમાર અંબાલાલ એન્ડ કો.” માં છેલ્લા 15 વર્ષથી મેનેજર તરીકે કાર્યરત રહેલા અમૃતભાઈ વીરભાઈ પટેલએ રૂ. 60,49,450/- ની ઉચાપત કરી પોતાના અંગત કામમાં ખર્ચી નાખી વિશ્વાસઘાત કરી ફરીયાદી માલિકને ધમકી આપતા આરોપી વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ગુનો નોંધાયા બાદ સ્ટાફને ચોક્કસ માહિતીના આધારે આરોપી અમૃતભાઈ વીરભાઈ પટેલ ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી.