બી ડિવિઝન પોલીસે ગતરાત્રે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા, જેમાં સ્પાના સંચાલક રવિભાઈ રાણાભાઈ મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન, પોલીસને ચાર મહિલાઓ અને એક ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે આ ચારેય મહિલાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં અન્ય એક આરોપી મનીષ બળદેવભાઈ સાધુ હજુ ફરાર છે. પોલીસે 'ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ' હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.