ગુરૂવારના 8 કલાકે ડિઝાસ્ટર વિભાગે આપેલી આંકડાકીય| વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી| આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધરમપુર તાલુકામાં પણ ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં અને કોઝવે પાણીમાં ડુબાણ થઈ ગયા છે. જ્યારે રાત્રે 8 વાગ્યા સુધીમાં ધરમપુર તાલુકામાં 11 મિલીમીટર અને સીઝનનો એક જૂનથી અત્યાર સુધીમાં 1829 mm વરસાદ નોંધાયો છે.