સોમવારે રાત્રિના દસ કલાકે ઉકાઇ ડેમમાં 1.10 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેની સામે.78 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ઉકાઇ ડેમની સપાટી હાલ 339.14 ફૂટ પોહચી છે.જ્યાં ડેમમાંથી છોડવામાં આવી રહેલા સતત પાણીના કારણે રાંદેર અને સિંગણપોર ને જોડતા કોઝવે ની સપાટી સોમવારે રાત્રે દસ કલાકે 8.17 મીટર પર પોહચી હતી.કોઝવેમાંથી 1.34 લાખ ક્યુસેક પાણીનો ડિશચાર્જ કરવામાં આવી રહ્યો છે.જેના પગલે તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે.