અરવલ્લી જિલ્લા પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં નુકશાન થયું હોવાની ઘટનાઓ સર્જાઈ છે, મોડાસા તાલુકાના ખડોદા ગામના દિવ્યાંગ ખેડૂત રાકેશભાઈ ચીમનભાઈ પટેલના ખેતરમાં વરસાદી પાણી ભરાવવાના અને કૂવો ધરાશાયી થતા ખેડૂતના માથે જાણે આફ ફાટ્યું હોય એવો ઘાટ સર્જાયો છે.ભોગ બનનાર ખેડૂતે તંત્રના સંબધિત વિભાગના અધિકારી ની ટીમ દ્વારા નુક્શાનીનું સર્વે કરી યોગ્ય આર્થિક વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.