અમદાવાદ સહિતની જગ્યાઓ પર સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરનાર ઝડપાયા છે. ઝોન 1 Lcb એ બે યુવકોની ધરપકડ કરી છે, આરોપીઓને પકડી તપાસ કરતા વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, સાબરમતી અને ગાંધીનગર સહિતનાં કુલ 9 ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહેન્દ્ર મીણા અને હાજારામ અહારીની નવરંગપુરા પાસેથી રવિવારે સવારે 10 વાગે ધરપકડ કરવામાં આવી છે. જોકે આરોપીઓ સાથે ગુનામાં સામેલ વિજય અને વિકાસ મીણા ફરાર છે. આરોપીઓ પાસેથી ચોરીની સાત મોટરસાયકલ કબજે કરાઈ છે.