જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં ઓપવિન્ડ એનર્જી પ્રાઇવેટ લી. કંપની અને સ્થાનિક ખેડૂતો સામસામે આવી ગયા છે. જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા નજીકના મોટી માટલી ગામના ખેડૂતોની આજિવિકા એવા વાડીખેતરોમાં ઓપ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લી. નામની કંપનીએ બળજબરીથી વીજતાર બિછાવી દીધા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા થઈ રહી છે.