રાજકોટ જિલ્લાના વેરાવળ ગામની વસ્તી 45000 જેટલી હોવા છતાં ગ્રામજનોને સ્વતંત્ર નગરપાલિકા ન મળતા આ મામલે ગામના સરપંચ સહિત ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો છે. આ વિશે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ ગામના સરપંચે નિવેદન આપતા જણાવ્યું હતું કે,તેઓએ આ અંગે કલેક્ટરશ્રી તેમજ ડીડીઓને રજૂઆત કરી છે. જે અંગે ડીડીઓએ જણાવ્યું હતું કે, તેઓની માંગણી સરકારશ્રી સમક્ષ મૂકવામાં આવશે અને સરકારશ્રી દ્વારા આ અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે.