માળીયા મિયાણા તાલુકાના સોનગઢ ગામના પાટિયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ગત મધ્યરાત્રીએ બે બાઈક ચાલક પુરપાટ ઝડપે બાઈક ચલાવી ટ્રક ટ્રેઇલર પાછળ ઘુસી જતા આ અકસ્માતમાં એક બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું.જ્યારે બે વ્યક્તિને ઇજાઓ પહોંચતા ટ્રક ચાલકે બન્ને બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.