ખંભાતના લાલ દરવાજા વિસ્તાર પાસેના દેવીપુજક વાસમાં રહેતી વિલાસ દેવરાજભાઈ ઉર્ફે કાળુભાઈ દેવીપૂજક વિદેશી દારૂનો વેચાણ કરે છે તે બાતમીને આધારે LCB પોલીસે છાપો માર્યો હતો.જ્યાંથી વિલાસબેન પલાસ્ટીકની થેલી સાથે ઝડપાઈ ગયા હતા. જે થેલીમાં તપાસ કરતા 11 કવોટરિયા અને બિયરના 3 ટીન મળી આવતા 3160 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને પોલીસે ઝડપાયેલ મહિલા વિરુદ્ધ પ્રોહીબીશન ધારાની જુદી જુદી કલમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.