ભરૂચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મેરા ગામના મહુડા ફળીયામાં રહેતી લતાબેન વસાવા પોતાના ઘરના ઓટલા ઉપર આંક ફરકનો જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી રોકડા મળી કુલ 5 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મહિલા જુગારી લતાબેન વસાવાને ઝડપી પાડી હતી.જ્યારે મુખ્ય સૂત્રધાર મહેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.