વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામ નજીક કોતર ના પાણી ખેતરોમાં પ્રવેશતા ઊભા પાકમાં નુકશાન જવાની ભીતિ.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામની સીમમાં આવેલ કોતર માં ભરપૂર પાણી ની આવક થતા આસપાસના ખેતરો જળબંબાકાર ની પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા.શુક્રવારના રોજ 2 કલાકની આસપાસ ડાંગરના ઊભા પાક ના ખેતરો જળમગ્ન થતા નુકશાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.ત્યારે વરસાદ થી કેટલાક ખેડૂતોને નુકશાન જવાની ભીતિ સતાવી રહી છે.