કલોલ શહેરમાં દશેરાના પર્વ નિમિત્તે ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ પર્વ પર પરંપરાગત રીતે ફાફડા અને જલેબી ખાવાની માન્યતા છે. આ પરંપરાને અનુસરીને, કલોલ શહેરની વિવિધ દુકાનો બહાર વહેલી સવારથી જ નાગરિકો ફાફડા-જલેબીની ખરીદી કરવા માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. લોકોમાં દશેરાના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દુકાનદારોના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીના વેચાણમાં વધારો મળ્યો.