વડોદરાના સ્વિમર અરુષ લંજેવાર ડેફલિમ્પિક્સ 2025 માટે પસંદગી પામ્યા,અરુષ લંજેવાર હવે ટોક્યો ખાતે યોજાનાર ડેફલિમ્પિક્સ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા ટોક્યો, જાપાનમાં 15 થી 26 નવેમ્બર 2025 દરમિયાન યોજાવાની છે.આ સૌથી મોટી સિદ્ધિ પર ડીએસડીઓ વડોદરા વિસ્મય વ્યાસ આરુષ લાંજેવાર પરિવાર અને તેના કોચને અભિનંદન આપ્યા હતા.